એન. આર. આઈ. સમાચાર
News of Friday, 4th June 2021

યુ.એ.ઈ.માં હત્યાના આરોપી ભારતીયને NRI શ્રી એમ.એ. યુસુફઅલીએ 1 કરોડ રૂપિયા આપી મુક્ત કરાવ્યો : 2012 ની સાલમાં બેફામ ડ્રાયવિંગ કરી એક બાળકનું મોત નિપજાવ્યું હતું

દુબઇ : સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં 2012 ની સાલમાં માર્ગ અકસ્માતથી  સુદાનના વતની પરિવારના એક બાળકની  હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવેલા ભારતીય મૂળના 45 વર્ષિય બેક્સ ક્રિષ્નને મોતની સજા ફરમાવાઈ હતી.  તેણે બેદરકારીથી વાહન ચલાવી બાળકોના ટોળાને ઈજાગ્રસ્ત કરી દીધું હતું. જે પૈકી એક બાળકનું મોત થયું હતું.આથી તે જેલવાસ ભોગવી રહ્યો હતો. તેના સબંધીઓ તેને જેલમુક્ત કરાવવાની કોશિશમાં નાકામિયાબ નીવડ્યા હતા.

આ અરસામાં  ભારતીય મૂળના એક  ઉદ્યોગપતિ શ્રી એમ એ યુસુફ અલીને જાણ થતા તેમણે સુદાન ચાલ્યા ગયેલા બાળકના પરિવારનો સંપર્ક કરી આરોપીને માફ કરવા સમજાવ્યા હતા. તેઓ સંમત થઇ જતા શ્રી યુસુફ અલીએ 1 કરોડ રૂપિયાના જામીન આપી આરોપીને મુક્ત કરાવ્યો હતો.

જેલમુક્ત થયેલા આરોપી કૃષ્ણનએ  જણાવ્યું હતું કે મને પુનર્જન્મ મળ્યો છે
કેમ કે મેં બહારની દુનિયાને જોવાની અને જેલમાંથી છૂટવાની તમામ આશા છોડી દીધી હતી . હવે મારી એક જ ઇચ્છા છે કે ભારત જતા પહેલા શ્રી યુસુફ અલી અને તેના પરિવારજનોની મુલાકાત લેવી છે.  કૃષ્ણનએ યુસુફાલીનો ખુબ ખુબ આભાર માન્યો હતો. તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)