એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 31st May 2018

યુ.એસ.માં પ્‍લેસર કાઉન્‍ટી સુપિરીઅર કોર્ટ જજ તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી કુલવિન્‍દર સિંઘઃ ૫ જુન ૨૦૧૮ના રોજ થનારી પ્રાઇમરી ચૂંટણીમાં ર ડેમોક્રેટ પ્રતિસ્‍પર્ધી સામે રિપબ્‍લીકન ઉમેદવાર તરીકે ટકકર લેશે

કેલિફોર્નિઆઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી કુલવિન્‍દર સિંઘએ નોર્ધન કેલિફોર્નિઆની પ્‍લેસર કાઉન્‍ટી સુપિરીઅર જજ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

રિપબ્‍લીકન શ્રી સિંઘ તેમના બે ડેમોક્રેટ પ્રતિસ્‍પર્ધીને ટક્કર આપશે. પ્રાઇમરી ચૂંટણી ૫ જુન ૨૦૧૮ના રોજ થશે. જેમાં વિજયી થવા તેઓ આશાવાદી છે. આ પ્રાઇમરી ચૂંટણીમાં ૨ ડેમોક્રેટ તથા ૧ રિપબ્‍લીકન મળી કુલ ૩ ઉમેદવારો પૈકી કોઇપણ એક ૫૦ ટકા કરતાં ઓછા મત મેળવશે તો બાકીના ૨ ઉમેદવાર ૬ નવેં.૨૦૧૮ના રોજ યોજાનારી જનરલ ચૂંટણી લડશે.

(12:32 am IST)