News of Thursday, 30th April 2020
ઓહયો સ્ટેટ સેનેટરની પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી નીરજ અંતાણીનો વિજય : નવેમ્બર માસમાંયોજાનારી ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે
ઓહયો : ઓહયો સ્ટેટ સેનેટરની પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ શ્રી નીરજ અંતાણીનો વિજય થયો છે.તેઓ હવે નવેમ્બર માસમાં યોજાનારી સેનેટર તરીકેની આખરી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડશે
પ્રાઈમરી ચૂંટણીમાં તેઓએ ત્રણ પ્રતિસ્પર્ધીઓને 64 ટકા મતો મેળવી મહાત કર્યા છે.
ઉપરોક્ત વિજય બદલ તેમણે મતદારોનો આભાર માન્યો હતો.તથા આગામી દિવસોમાં મતદારોનું અમેરિકન ડ્રિમ સાકાર કરવાની બાંહેધરી આપી હતી.
(6:55 pm IST)