News of Saturday, 4th April 2020
અમેરિકામાં લોકડાઉનનો આદેશ આપનારું અલબામા 41 મું સ્ટેટ બન્યું : ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો : સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ ની ભલામણ
વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપને કારણે જુદા જુદા રાજ્યો લોકડાઉનનો આદેશ આપવા લાગ્યા છે.જે અંતર્ગત ગઈકાલે અલબામા પણ લોક ડાઉનનો આદેશ આપનારું 41 મું રાજ્ય બન્યું છે.
ઉપરોક્ત સંજોગોમાં અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની ભલામણ કરી છે.
જોકે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ આ બાબત મરજિયાત ગણાવી છે.તથા પહેરો તો સારું તેમ કહ્યું છે.પરંતુ પોતે તે નહીં પહેરવાના મતના હોવાનું જણાવ્યું હતું.
(4:43 pm IST)