એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 4th March 2021

બ્રિટન, બ્રાઝિલ, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ચીન, ઈરાન સહિત 26 દેશોના લોકો માટે અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ચાલુ : ટ્રમ્પ સરકારે દાખલ કરેલો વિઝા પ્રતિબંધ દૂર થવાની શક્યતા ઓછી : નિર્ણય લેવામાં બિડન સરકાર હજુ સુધી અવઢવમાં : હાલની તકે પેન્ડિંગ 4,70,000 વિઝા અરજી પર ધ્યાન કેન્દ્રિત કરાશે

વોશિંગટન : અમેરિકામાં કોવિદ -19 ના કારણે મંદી તથા બેરોજગારીને ધ્યાને લઇ પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્ર્મપે એચ.1બી વિઝા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.  જેની મુદત 31 માર્ચના રોજ પુરી થાય છે. વર્તમાન ડેમોક્રેટિક પ્રેસિડન્ટ જો બિડન આ પ્રતિબંધ ઉઠાવી લેશે તેવી  આશા હતી.પરંતુ હજુ સુધી તેમણે કોઈ નિર્ણય નહીં લેતા ભારતીયોની ચિંતા વધી છે.અમેરિકન સરકારે દાવો કર્યો છે કે, તેઓ હવે કોન્સ્યુલેટમાં પેન્ડિંગ 4,70,000 વિઝા અરજી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

સાથોસાથ બ્રિટન, બ્રાઝિલ, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ચીન, ઈરાન સહિત 26 દેશના લોકો માટે અમેરિકામાં પ્રવેશ પ્રતિબંધ ચાલુ રહેશે.જોકે અમુક મુસ્લિમ દેશોના નાગરિકો માટે ટ્રમ્પ સરકારે પ્રવેશ ઉપર મુકેલો પ્રતિબંધ બિડન સરકારે ઉઠાવી લીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:01 pm IST)