એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 2nd February 2019

યુ.કે.માં ગેરકાયદે ડ્રગની હેરાફેરી બદલ ભારતીય મૂળના યુવાન ભાવિન પટેલને અઢી વર્ષની જેલસજાઃ હેરોઇન, તથા કોકેન જેવા નશીલા દૃવ્યોના નેટવર્કમાં સંડોવાયો હોવાનો આરોપ પૂરવાર

લંડનઃ યુ.કે.માં ગેરકાયદે ડ્રગની હેરાફેરી કરવાના આરોપસર ભારતીય મૂળના ૨૭ વર્ષીય યુવાન ભાવિન પટેલને લંડન કોર્ટએ બે વર્ષ અને છ માસની સજા ફરમાવી છે. તથા તેના જોડીદાર ૨૫ વર્ષીય લોરેન આમોહને પાંચ વર્ષ અને સાત માસની જેલસજા કરવામાં આવી છે. બંને આરોપીઓ 'A'ગ્રેડના ડ્રગની હેરાફેરી સાથે સંડોવાયેલા હતા.

હેરોઇન તથા કોકેન જેવા નશીલા દૃવ્યોના નેટવર્ક માટે તેમને ઉપરોકત સજા ફરમાવાઇ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:52 pm IST)