News of Friday, 1st February 2019
અમેરિકામાં આર્ય સમાજ ગ્રેટર હ્યુસ્ટનના ઉપક્રમે મકર સંક્રાત ઉત્સવ ઉજવાયો : ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ તથા તહેવારો વિષે જાણકારી અપાઈ :
હ્યુસ્ટન : અમેરિકામાં આર્ય સમાજ ગ્રેટર હ્યુસ્ટનના ઉપક્રમે મકર સંક્રાત ઉત્સવ ઉજવાઈ ગયો.આર્ય સમાજ સંચાલિત DAV સન્ડે સ્કૂલ આયોજિત ઉજવણીમાં 150 બાળકો જોડાયા હતા.જેમને ભારતીય સંસ્કૃતિ તથા તહેવારો વિષે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આચાર્ય હરીશ ચંદ્રજીએ બાળકોને તહેવારોના મહત્વ વિષે ઉદબોધન કર્યું હતું બાદમાં ગરબા ,ભાંગરા ,ફોક ડાન્સ સહિતના સાંસ્કૃતિક આયોજનો કરાયા હતા તેવું IAN દ્વારા જાણવા મળે છે.
(8:16 pm IST)