એન. આર. આઈ. સમાચાર
News of Friday, 4th January 2019

ડોનાલ્ડ ટ્રમ્પએ મૃતક ઇન્ડિયન અમેરિકન પોલીસ અધિકારી રોનિલ સિંહ ના પરિવાર સાથે વાત કરી સાંત્વના પાઠવી : આરોપીને તાત્કાલિક પકડી કામ ચલાવવા પોલીસ અધિકારીઓને સૂચના આપી

વોશિંગટન :કેલિફોર્નિયામાં ફરજ ઉપર તહેનાત ઇન્ડિયન અમેરિકન પોલીસ અધિકારી રૉનીલ સિંહની અજાણ્યા શખ્શે ગોળી મારી હત્યા કરતા તેના પત્ની અનામિકા તથા પોલીસ અધિકારીઓ સાથે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ટેલિફોનિક વાત કરી હતી.તેવું વ્હાઇટ હાઉસ સૂત્રોએ જણાવ્યું હતું

 પ્રેસિડન્ટએ મૃતકના પત્નીને સાંત્વના આપી હતી.તથા પોલીસ અધિકારીઓને તાત્કાલિક આરોપીને પકડી પડી કામ ચલાવવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે સ્વ.રૉનીલ સિંહ 26 ડિસેમ્બરના રોજ ફરજ ઉપર હતા ત્યારે અજાણ્યા શખ્શે તેમને ગોળી મારી હત્યા કરી હતી.આ શકમંદ ગેરકાયદે વસાહતી છે.સમગ્ર મામલાની તપાસ કરવા પ્રેસિડન્ટએ સૂચના આપી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:42 pm IST)