એન. આર. આઈ. સમાચાર
News of Monday, 1st January 2018

‘‘તુમ કિસી ઓર કો ચાહોગી તો મુશ્‍કિલ હોગી'': સિંગાપોરમાં પત્‍નીને અન્‍ય પુરૂષ સાથે જોઇ જતા ભારતીય મૂળના યુવાને છરીના ઘા ઝીંકી દીધાઃ પતિથી અલગ રહેતી પત્‍ની ૨૬ વર્ષીય મયુરી કૃષ્‍ણાકુમાર ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ આરોપી યુવાન ૨૯ વર્ષીય જયસેલનની કોર્ટમાં કબુલાતઃ ૧૫ જાન્‍યુ.ના રોજ ફરીથી કોર્ટમાં હાજર કરાશે

સિંગાપોરઃ ૩૦ ડિસેં.ના રોજ સિંગાપોરમાં પત્‍નીને છરી મારવા સબબ ભારતીય મૂળના ૨૯ વર્ષીય જયસેલન એન ચંદ્રસેગરની ધરપકડ થઇ છે. તેની પત્‍ની ૨૬ વર્ષીય મયુરી કૃષ્‍ણાકુમારને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ કરાઇ છે.

જયસેલનની પત્‍ની તેનાથી જુદી રહેતી હતી. તેને કોઇ અન્‍ય સાથે જોઇ જતાં તેણે પત્‍નીના પેટ ઉપર બે તથા પીઠની નીચેના ભાગમાં છરીના બે ઘા માર્યા હતા.

જો કે કોર્ટમાં તેણે ૪ નહીં પણ બે ઘા માર્યા હોવાની કબૂલાત કરી હતી. પત્‍ની અલગ રહેતી હોવાથી માનસિક રીતે અસ્‍વથ્‍ય થઇ ગયેલા જયસેલનને મેન્‍ટલ ટ્રીટમેન્‍ટ અપાશે તથા ૧૫ જાન્‍યુ.ના રોજ કોર્ટમાં હાજર કરાશે.

જો તેના ઉપરના આરોપો પૂરવાર થાય તો તેને ૧૫ વર્ષની જેલસજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.    

(10:04 pm IST)