એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 30th December 2017

યુ.કે. માં પણ ભારતીય સંસ્‍કૃતિને જાળવી રાખતું ઇન્‍ડિયન એશોશિએશન ઓફ ઓલ્‍હામ : મેમ્‍બર્સએ જાતે બનાવેલા ૬૦ ગરમ ફુડ પેકેટનું જરૂરીયાતમંદ પ્રજાજનોને વિતરણ કર્યુ : સારી કવોલીટીના સ્‍કાફ, હેટસ, ગ્‍લોવ્‍ઝ તેમજ બ્‍લેન્‍કેટસ આપ્‍યા

લંડન : ભારતીય સંસ્‍કૃતિ મુજબ જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવના યુ.કે.માં વસતા ભારતીયોએ પણ જાળવી રાખી છે.જે મુજબ તાજેતરમાં ઇન્‍ડિયન એશોશિએશન ઓફ ઓલ્‍હામના  ઉપક્રમે સભ્‍યોએ જાતે રાંધેલા ૬૦ ગરમ ફુડ પેકેટનું જરૂરીયાતમંદોને વિતરણ કરાયું હતું. ઉપરાંત સારી કવોલીટીના એવા સ્‍કાફ, હેટસ, ગ્‍લોવ્‍ઝ, સ્‍વિમીંગ બેગ્‍ઝ તેમજ બ્‍લેન્‍કેટસનું પણ વિતરણ કર્યુ હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)