એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 30th December 2017

‘‘માતા કા જાગરણ'' : યુ.એસ.માં સન્‍નીવલે હિન્‍દુ ટેમ્‍પલમાં આવતીકાલ ૩૧ ડિસેં. ના રોજ નવા વર્ષના આગમનને વધાવશે : રાત્રે ૯ વાગ્‍યાથી શરૂ થનારા ‘‘માતા કા જાગરણ'' પ્રોગ્રામમાં સામેલ થઇ ભકતો પૂજા વિધિ કરી શકશે

કેલિફોર્નિયા : યુ.એસ.માં સન્‍નીવલે હિન્‍દુ ટેમ્‍પલ, ૪૫૦, પર્સિઅન ડ્રાઇવ, સન્‍નીવલે, કેલિફોર્નિયા મુકામે આવતીકાલે ૩૧ ડિસેં. ૨૦૧૭, રવિવાર ના રોજ રાત્રિના ૯ થી ૧૨ વાગ્‍યા દરમિયાન નવા વર્ષના આગમનને વધાવાશે.

આ માટે મંદિરમાં ‘‘માતા કા જાગરણ'' પ્રોગ્રામ રાખવામાં આવ્‍યો છે. જે અંતર્ગત ભકતો પૂજા વિધિ માટે ફળ, ફુલ તથા પ્રસાદ લાવી શકશે. તથા માતા કા જાગરણ માં પૂજામાં સામેલ થઇ શકશે.

વિશેષ જાણકારી માટે કોન્‍ટેક નં. (408) 734-4554 દ્વારા સંપર્ક સાધી શકાશે. તેવુ સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)