News of Saturday, 30th November 2019
અમેરિકાના ન્યુયોર્કમાં રહેણાંક મકાન ભાડે અપાવી 40 વર્ષીય મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું : ભારતીય મૂળના 58 વર્ષીય નાગરિકને દોષિત ગણાવતી કોર્ટ : વધુમાં વધુ 25 વર્ષની જેલસજા થઇ શકે
ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં રહેણાંક મકાન ભાડે અપાવી 40 વર્ષીય મહિલા ઉપર દુષ્કર્મ આચરવાનો આરોપ પુરવાર થતા ડીસ્ટ્રીકટ કોર્ટએ પેન્સિલવેનિયા સ્થિત ભારતીય મૂળના 58 વર્ષીય અશોકસિંઘને પુરાવાઓ અને ડી.એન.એ.ટેસ્ટના આધારે દોષિત ગણ્યો છે.તેને આવતા વર્ષે સજા ફરમાવશે જે વધુમાં વધુ 25 વર્ષની હોઈ શકે છે.
2015 ની સાલની ઘટના મુજબ 40 વર્ષીય મહિલાએ પોતા માટે રહેણાંક મકાન ભાડે અપાવી દેવા અશોકસિંઘને વિનંતી કરી હતી.જેના અનુસંધાને તેણે મકાન અપાવ્યા બાદ તેની સાથે આલ્કોહોનું સેવન કરવાનું કહેતા મહિલાએ ઇન્કાર કર્યો હતો તેથી તેના ઉપર બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું જે કોર્ટમાં પુરવાર થતા તેને દોષિત ગણવામાં આવ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:36 pm IST)