એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 30th November 2019

ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા ગુજરાતી મૂળના ડોક્ટર દંપતિ વચ્ચે ખટરાગ : ભારતમાં માતા સાથે રહેતા 8 વર્ષીય પુત્રને પિતા સાથે ઓસ્ટ્રેલિયા જવા દેવાનો ગુજરાત અને ઓસ્ટ્રેલિયા કોર્ટનો હુકમ

અમદાવાદ : ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા ગુજરાતી મૂળના ડોક્ટર દંપતિ વચ્ચે ખટરાગ થતા મામલો ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટ સુધી પહોંચ્યો હતો.જેણે ભારત સ્થિત માતા સાથે રહેતા  8 વર્ષીય પુત્રને પિતા સાથે ઓસ્ટ્રેલિયા રહેવા દેવાનો   હુકમ કર્યો હતો.બાદમાં પિતાએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પુત્રના કબજા માટે ઓસ્ટ્રેલિયન કોર્ટનો ચુકાદો રજુ કરી દાદ માંગી હતી.જેના અનુસંધાને ગુજરાત હાઇકોર્ટે ઓસ્ટ્રેલિયન કોર્ટનો ચુકાદો માન્ય રાખી મધ્ય પ્રદેશમાં નોકરી કરી રહેલી માતાને પુત્રનો કબજો તેના પિતાને સોંપી દઈ ઓસ્ટ્રેલિયા જવા દેવાનો હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ડોક્ટર દંપતીના લગ્ન 2002 ની સાલમાં થયા હતા.જેઓને પુત્ર કરતા મોટી એક પુત્રી પણ છે જેનો કબજો કોર્ટ કેસ દરમિયાન સમાધાન કરી પિતાને સોંપી દેવાયો હતો પરંતુ પુત્રના કબજાનો સવાલ ઉભો થતા માતાએ 2020ની  સાલમાં જૂન માસમાં પોતે ઓસ્ટ્રેલિયા આવશે ત્યારે સાથે તેડી લાવશે તેમ જણાવતા કોર્ટ કેસ લંબાયો હતો અને અંતે ખુદ પુત્ર પિતા તથા મોટી બહેન સાથે રહેવા માંગતો હોઈ બંને દેશની કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:14 pm IST)