એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 3rd November 2021

દિવાળી તહેવારને ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ આપવા અમેરિકાની પાર્લામેન્ટમાં પ્રસ્તાવ રજૂ : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા કૃષ્ણમૂર્તિએ પાર્લામેન્ટમાં પ્રસ્તાવ રજૂ કરી હિંદુઓ ,શીખો ,તથા જૈન કોમ્યુનિટીની લાગણીને વાચા આપી

વોશિંગટન : દિવાળી તહેવારને ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ આપવા અમેરિકાની પાર્લામેન્ટમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ  ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા કૃષ્ણમૂર્તિએ મુક્યો છે.
પ્રસ્તાવમાં દિવાળી તહેવારને અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતો ગણાવ્યો છે.

તેમણે અમેરિકામાં મોટી સંખ્યામાં વસતા હિંદુઓ , શીખો ,તથા જૈન કોમ્યુનિટીની લાગણીને વાચા આપી છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(11:34 am IST)