એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 3rd September 2019

" જાદુ ટોના " : અમેરિકાની નેસવીલે સ્થિત સ્કૂલમાં હેરી પોર્ટર પુસ્તક ઉપર પ્રતિબંધ : પુસ્તકમાં શ્રાપ,મંત્ર,તંત્ર,ની કથાઓમાંથી કાળા જાદુને પ્રોત્સાહન મળવાની અને મૃતાત્માઓને બોલાવવા પ્રેરણા મળવાની ભીતિ

નેસવીલે : અમેરિકામાં કેથોલિક સંપ્રદાય સંચાલિત નેસવીલે ખાતેની એક સ્કૂલમાં હેરી પોર્ટર પુસ્તક ઉપર પ્રતિબંધ મુકાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્કૂલના પાદરીએ રોમ તથા અમેરિકા ખાતેના  જાદુ ટોના  કરવાવાળાઓનો સંપર્ક કર્યો હતો તથા આ પુસ્તકોની કથાઓમાંથી  બાળકોને મૃતાત્માઓને  બોલાવવાની પ્રેરણા મળે છે કે કેમ તે અંગે પૃચ્છા કરતા તેમણે જણાવ્યા મુજબ પુસ્તકમાં શ્રાપ,મંત્ર,તંત્ર,સહિતની વાતો છે.જે  મૃતાત્માઓને આહવાહન સમાન હોવાથી  સ્કૂલની લાયબ્રેરીમાંથી  હટાવી લેવાની સલાહ આપી હતી.જેના અનુસંધાને તેઓએ ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે 1997 ની સાલમાં હેરી પોર્ટર શૃંખલા  શરૂ થઇ હતી.જેમાં સારા તથા ખરાબ આત્માઓને બોલાવવાની તથા જાદુ ટોણા ની વાતો ઉપર કેન્દ્રિત છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા  મળે છે.

(9:41 pm IST)