એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 30th August 2018

અમેરિકામાં એરીઝોનાના ૬ઠ્ઠા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાં યોજાઇ ગયેલી પ્રાઇમરી ચુંટણીમાં સુશ્રી અનિકા મલિક વિજેતાઃ ૩ ડેમોક્રેટ ઉમેદવારો વચ્‍ચેની સ્‍પર્ધામાં પાંખી બહુમતિથી ચૂંટાઇ આવ્‍યાઃ નવેં.માસમાં વર્તમાન રિપબ્‍લીકન કોગ્રેસમેન સામે ટકકર લેશે

એરિઝોનાઃ અમેરિકામાં એરિઝોનના ૬ઠ્ઠા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાં ૨૮ ઓગ.ના રોજ યોજાઇ ગયેલી પ્રાઇમરી ચૂંટણીમાં પાંખી બહુમતિથી વિજેતા બનેલા ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા બિઝનેસ એકઝીકયુટીવ સુશ્રી અનિતા મલિકએ નવેં.માસમાં યોજાનીરી જનરલ ચુંટણીમાં છેલ્લી બે ટર્મથી ચૂંટાઇ આવતા રિપબ્‍લીકન ઉમેદવારને પરાસ્‍ત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

૩ ડેમોક્રેટ ઉમેદવારો વચ્‍ચેની ૨૮ ઓગ.ની પ્રાઇમરી ચૂંટણીમાં સુશ્રી મલિકને ૧૫૫૦૫ મતો મળ્‍યા હતા. જયારે તેમના નજીકના પ્રતિસ્‍પર્ધી ઉમેદવારને ૧૫૧૨૨ મત મળ્‍યા હતા. આમ તેઓ પાંખી બહુમતિથી પ્રાઇમરી જીત્‍યા છે.

નવેં.માં યોજાનારી જનરલ ચૂંટણીમાં તેમણે છેલ્લી બે ટર્મથી ચૂંટાઇ આવતા રિપબ્‍લીકન ઉમેદવારનો સામનો કરવાનો હોવાથી અત્‍યારથી જ તેમણે પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. તેઓ ઇમીગ્રેશન, હેટ ક્રાઇમ, હેલ્‍થકેર, ગન કલ્‍ચર, એજ્‍યુકેશન સહિતના મુદે ચૂંટણી લડવા માંગે છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(11:39 pm IST)