એન. આર. આઈ. સમાચાર
News of Friday, 3rd August 2018

યુ.એસ.ના સાન જોસ, કેલિફોર્નિયામાં સ્‍ટોર ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કેવલ સચદેવના નસીબ આડેનું પાંદડુ ખસ્‍યુઃ પાંચસો બાવીસ મિલીયન ડોલર વિજેતા બનેલી લોટરીના વેચાણ બદલ ૧ મિલીયન ડોલરનું કમીશન મળશે.

કેલિફોર્નિયાઃ  અમેરિકામાં પાંચસો બાવીસ મિલીયન ડોલરની લોટરીનો જેકપોટ મેળવનાર ગ્રાહકે જે સ્‍ટોરમાંથી લોટરી લીધી હતી તે સ્‍ટોર અર્નીસ લિકવીર સ્‍ટોરના માલિક ઇન્‍ડિયન અમેરિકન કેવલ સચદેવના નસીબ આડેનું પાંદડુ પણ ખસી ગયું છે જે મુજબ આ વિજેતા લોટરીના વેચાણ માટે કમિશન પેટે તેને ૧ મિલીયન ડોલર મળશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ કેવલ સચદેવનો સ્‍ટોર સાન જોસ કેલિફોર્નિયામાં આવેલો છે.

(10:52 pm IST)