એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 2nd July 2022

યુ.કે.માં LCNLસિનિયર લેડીઝના ઉપક્રમે આવતીકાલ 2 જુલાઈના રોજ હનુમાન ચાલીસા તથા સુગમ સંગીતનો પ્રોગ્રામ : RCT હોલ હેરો મુકામે આયોજિત કાર્યક્રમમાં બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન લંચ, 1 થી 2 વાગ્યા દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ , તથા 2 થી 4 વાગ્યા સુધી સુગમ સંગીતનું આયોજન : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ : અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

લંડન : યુ.કે.માં LCNLસિનિયર લેડીઝના ઉપક્રમે આવતીકાલ 2 જુલાઈના રોજ હનુમાન ચાલીસા તથા સુગમ સંગીત પ્રોગ્રામનું આયોજન કરાયું છે. RCT હોલ હેરો HA2 6NG મુકામે આયોજિત કાર્યક્રમમાં બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન ગરમા ગરમ લંચ , 1 થી  2  વાગ્યા દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ , તથા  2 થી 4 વાગ્યા સુધી સુગમ સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે.

સુશ્રી પુષ્પાબેન રાજા તથા પરિવાર દ્વારા સ્પોન્સર કરાયેલા આ પ્રોગ્રામમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવેલ છે. તેમ છતાં હોલ કેપેસીટી તથા કેટરિંગ વ્યવસ્થાના હેતુથી 27 જૂન સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે.

રજીસ્ટ્રેશન માટે નીચે દર્શાવેલ કમિટી મેમ્બર્સ પૈકી કોઈપણ એકનો સંપર્ક સાધવો .

સુશ્રી સંધ્યાબેન ગંડેચા 07956 883342 ,સુશ્રી પુષ્પાબેન પંચમતીયા 07779 876544 , સુશ્રી પ્રતિભાબેન લાખાણી 07956 454644 ,અથવા સુશ્રી વિજયાબેન સૂચક 020 8907 4345

(9:44 am IST)