News of Wednesday, 3rd June 2020
અમેરિકાના અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના મોતની મજાક : સમાજમાં નફરત ફેલાવતો વિડિઓ મુકવા બદલ 3 બ્રિટિશ યુવકોની ધરપકડ
લંડન : અમેરિકામાં પોલીસ હિરાસતમાં આફ્રિકન અમેરિકન નાગરિક જોર્જ ફ્લોયડ ઉપર દમન ગુજારી તેનું મોત નિપજાવવાના પડઘા અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાં પણ પડ્યા છે.જે મુજબ યુરોપ ,ઓસ્ટ્રેલિયા ,સહિતના દેશોમાં લોકો રંગભેદ વિરુદ્ધ દેખાવો કરવા રોડ ઉપર ઉતરી આવ્યા હતા.
આ સંજોગો વચ્ચે બ્રિટનમાં 3 યુવકોએ જોર્જ ઉપર પોલીસ દમન દર્શાવતો વિડિઓ સોશિઅલ મીડિયામાં મુક્યો હતો.જે અશ્વેત લોકો પ્રત્યે નફરત ફેલાવતો હોવાનું જણાતાં પોલીસે આ ત્રણે યુવકોની ધરપકડ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:21 pm IST)