એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 3rd June 2020

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની આતંકવાદીઓનો અડ્ડો : લશ્કર એ તોઇબા ,જેશ એ મોહમ્મ્દ ,સહિતના જુદા જુદા ગ્રુપના 6500 થી વધુ આતંકીઓ સુરક્ષા માટે ખતરા સમાન હોવાનું યુ.એન.નું મંતવ્ય

વોશિંગટન : અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની આતંકવાદીઓ અડ્ડો જમાવી સક્રિય થઇ ચુક્યા છે.જેમાં  લશ્કર એ તોઇબા ,જેશ એ મોહમ્મ્દ ,સહિતના જુદા જુદા ગ્રુપના 6500 થી  વધુ આતંકીઓ સુરક્ષા માટે ખતરા સમાન છે. બીજી તરફ અમેરિકા પણ અફઘાન છોડવાનો નિર્ણય લઇ ચૂક્યુ છે અને તેની સેનાને પરત બોલાવી રહ્યુ છે. જેના લીધે અફઘાનિસ્તાન આ આંતકીઓના તાબે થાય એવી આશંકાઓ જન્મ લઇ રહી છે. તેવું  યુ.એન.ના અહેવાલમાં જણાવાયું છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ મોટાભાગના પાકિસ્તાની આંતકવાદીઓ તાલિબાની કટ્ટરપંથીઓ સાથે મળીને અફઘાનની સરકાર અને અમેરિકન સૈનિકો વિરુદ્ધ આતંકી કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે. સયુક્ત રાષ્ટ્રએ તેના વાર્ષિક  અહેવાલમાં સ્પષ્ટતા સાથે જણાવ્યુ છે કે આજીવિકાની શોધમાં આશરે 6500 પાકિસ્તાની આતંકીઓ અહીં સક્રિય છે જેમની પર નજર રાખવી અત્યંત જરુરી છે.
અહેવાલ મુજબ આટલા મોટા પ્રમાણમાં સક્રિય આતંકીઓ સુરક્ષા માટે મોટા ખતરો સાબિત થાય એમ છે, કારણ કે આ આંતકવાદીઓ બધી રીતે સક્ષમ છે, આથી અફઘાન પર કબજો મેળવવાના પ્રયત્નમાં તેઓ સફળ થાય એમ છે. આ લોકો આતંકી હુમલા કરવાની સાથે માદક પદાર્થોનુ વેચાણ પર કરે છે, આ આવક તાલિબાનીઓની કમાઇનો મુખ્ય સ્ત્રોત છે. આ સિવાય અફઘાનિસ્તાનમાં સોનુ, તાંબુ, ટિનનુ તાલિબાની નિયંત્રણ વિસ્તારોમાં ખનન કરવામાં આવી રહ્યુ છે, ચોંકાવનારી બાબત એ છે કે, આ ખનન પ્રક્રિયામાં પાકિસ્તાની કંપનીઓ સામેલ છે.આ ખનીજોને કરાંચીમાં પ્રોસેસ કરી વેચી દેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યુ છે કે, તાલિબાન અને અલકાયદાની વચ્ચે નજીકના સંબંધો વિકસી ચૂક્યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)