News of Monday, 29th April 2019
અમેરિકામાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનું કેલિફોર્નિયા ચેપ્ટર ખુલ્લુ મુકાયું: ચેપ્ટર પ્રેસિડન્ટ તરીકે શ્રી સરબજીત સિંઘ જવાબદારી સંભાળશેઃ ભારતની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અન્ય શહેરોમાં પણ ચેપ્ટર્સ લોચીંગ કરાયા
કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૧૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અનેક સમર્થકોએ હાજરી આપી હતી. આ ચેપ્ટરના પ્રેસિડન્ટ તરીકે શ્રી સરબજીત સિંઘ જવાબદારી સંભાળશે. તથા ભારતીયોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરશે. ખાસ કરીને હાલમાં ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓ અનુસંધાને આ ચેપ્ટર વિશેષ મહત્વ ધરાવતું બની રહેશે. આ ઉપરાંત અન્ય શહેરમાં પણ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પાર્ટીના ચેપ્ટર્સ ખુલ્લા મુકાયા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:53 pm IST)