એન. આર. આઈ. સમાચાર
News of Friday, 3rd April 2020

કોરોના વાઇરસ મામલે ચીન : ઇન્ડિયન અમેરિકન મહિલા અગ્રણી સુશ્રી નિક્કી હેલીએ ચીને દર્શાવેલા આંકડાઓ ઉપર શંકા વ્યક્ત કરી : આ અગાઉ પ્રેસિડન્ટ ટ્રમ્પને પણ ચીનમાં કોરોનગ્રસ્ત લોકો અને મોતના આંકડાઓ શંકાસ્પદ લાગ્યા હતા

વોશિંગટન : કોરોનગ્રસ્ત લોકોની સંખ્યા અને આ વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની ચીનમાં સંખ્યા મામલે ઇન્ડિયન અમેરિકન મહિલા અગ્રણી સુશ્રી નીક્કી હેલીએ શંકા વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું હતું કે 150 કરોડની વસ્તી ધરાવતા દેશમાં કોરોનગ્રસ્ત લોકોની સંખ્યા 82 હજાર દર્શાવાઈ છે તથા આથી થયેલા મોતનો આંકડો 3200 દર્શાવાયો છે.હકીકતમાં તે વિશ્વાસપાત્ર નથી
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રેમ્પ પણ ચીનના આંકડાઓ ઉપર અવિશ્વાસ વ્યક્ત કરી ચુક્યા છે.તેમજ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ ના મંતવ્ય મુજબ પણ ચીને દર્શાવેલા આંકડાઓ ભરોસાપાત્ર નથી

(4:55 pm IST)