એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 3rd March 2021

ભારતના રાજસ્થાનના વતની અને અમેરિકા તથા કેનેડામાં સ્થાયી થયેલા મહેશ્વરી સમુદાયનું સુકાન સુશ્રી અભિલાષા રાઠીના શિરે : આગામી ચાર વર્ષ માટે જવાબદારી સંભાળશે : ડો.સીમા રાઠી પછીના બીજા મહિલા પ્રમુખ બન્યા

બોસ્ટન  : ભારતના રાજસ્થાનના વતની અને અમેરિકા તથા કેનેડામાં સ્થાયી થયેલા મહેશ્વરી સમુદાયનું સુકાન  આગામી ચાર વર્ષ માટે  સુશ્રી અભિલાષા રાઠીના શિરે આવ્યું છે.તેઓ આગામી ચાર વર્ષ માટે જવાબદારી સંભાળશે . આ સમુદાયના પ્રમુખ તરીકે નિમણુંક મેળવનાર તેઓ ડો.સીમા રાઠી પછીના બીજા મહિલા છે.ભારતનો સુવિખ્યાત ઉદ્યોગપતિ બિરલા પરિવાર આ સમુદાયમાંથી આવેલો છે.

સમુદાયનું પ્રમુખપદ સાંભળવા માટે સુશ્રી અભિલાષાને તેમના પતિ ,સાસુ ,સસરા ,તથા બંને પુત્રીઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા.

આ સમુદાયની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવવા અને યુએસ અને કેનેડામાં રહેતા મહેશ્વરી સમુદાયને સંગઠિત રાખવા માટે આ સંસ્થા 1983 માં શરૂ કરવામાં આવી હતી. આજે, તે ઉત્તર અમેરિકામાં ફેલાયેલા દસ ચેપટર  સાથે 4000 ઉપરાંત સભ્યોનું ગૌરવ ધરાવે છે.

મધ્યપ્રદેશના નીમચમાં જન્મેલા અભિલાષાનો ઉછેર તેલંગણાના હૈદરાબાદમાં થયો હતો. કોમર્સમાં સ્નાતક થયા પછી, તેમણે સોફ્ટવેર પ્રોફેશનલ શ્રી ભરત સાથે લગ્ન કર્યા અને 1991 માં બોસ્ટનમાં રહેવા ગયા હતા.હાલમાં તેઓ  CVS હેલ્થમાં સોફ્ટવેર  ક્વોલિટી એન્જીનીઅરીંગ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે.તેવું આઈ.એ.એન.દ્વારા જાણવા  મળે છે.

(7:14 pm IST)