એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 31st January 2018

અમેરિકાના પ્રસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના રાષ્‍ટ્રજોગ પ્રવચનમાં હાજરી આપવા સુશ્રી સુનયનાને આમંત્રિત કરાયા : ગયા વર્ષે કન્‍સાસમાં વંશીય હુમલાનો ભોગ બનેલા ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાના પત્‍ની સુશ્રી સુનયનાએ આમંત્રણ સ્‍વીકારી હાજરી આપી

વોશીંગ્‍ટન : અમેરિકામાં ગયા વર્ષે વંશીય હુમલાનો ભોગ બનેલા ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાના પત્‍ની સુનયના દુમાલાને પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના કોંગ્રેસમાં યોજાયેલા સ્‍ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસમાં હાજરી આમંત્રિત કરાયા હતાં.

ઉલ્લેખનીય છે કે ૩૨ વર્ષના યુવાન તથા હૈદ્રાબાદના વતની શ્રીનિવાસ કુચીભોટલા ઉપર કનસાસમાં ગોળીબાર કરી ૫૧ વર્ષીય નિવૃત નેવી ઓફિસરે તેની હત્‍યા કરી નાખી હતી. તથા દેશ છોડીને ચાલ્‍યા જાવ તેમ કહ્યું હતું.

(10:14 pm IST)