યુ.એસ.ની ઓરેન્જ કાઉન્ટી ડેન્ટલ સોસાયટીના પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન ડો.રમેશ ગૌડાની વરણીઃ સોસાયટીના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન પ્રેસિડન્ટનો વિક્રમ
કેલિફોર્નિયાઃ યુ.એસ.ની ઓરેન્જ કાઉન્ટી ડેન્ટલ સોસાયટીના પ્રેસિડન્ટ તરીકે સૌપ્રથમવાર ઇન્ડિયન અમેરિકન ડો.રમેશ ગૌડા ચૂંટાઇ આવ્યા છે.
સોસાયટીની ૧૦૦મી વાર્ષિક જયંતિ નિમિતે યોજાયેલ બેન્કવેટ પ્રસંગે ઉપરોકત ઘોષણાં કરાઇ હતી. આથી ડો.ગૌડા હવે સોસાયટીના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તથા ૧૦૦મા પ્રેસિડન્ટ બન્યા છે.
ડો.ગૌડાએ ભારતના બેંગલોરમાં આવેલી ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ ડીગ્રી મેળવેલી છે. ઉપરાંત ભારતની મણીપાલ તથા ન્યુયોર્કની યુનિવર્સિટીમાં સેવાઓ આપેલી છે. તેઓ ઇન્ડિયન ડેન્ટલ એશોશિએશન ઓફ કેલીફોર્નિયાના ફાઉન્ડર છે. તથા તેમા તેમણે વાઇસ પ્રેસિડન્ટ ઉપરાંત બોર્ડ ચેરમેન તરીકે સેવાઓ આપેલી છે.
સોસાયટીના ૨૦૨૦ની સાલના બોર્ડમાં અન્ય ર ઇન્ડિયન અમેરિકન ડો.આર કોટારી તથા ડો.તુષાર દોશીને પણ સ્થાન અપાયું છે.