એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 2nd December 2020

નેપાળમાં વસતા મુસ્લિમોએ ચાઈનીઝ દૂતાવાસ સામે દેખાવો કર્યા : ઉઇગર મુસ્લિમો ઉપર થતા અત્યાચાર અટકાવો : મસ્જિદોનું ડિમોલિશન બંધ કરો

કાઠમંડુ : ચીનના જિનપીઆંગ  પ્રાંતમાં ઉઇગર મુસ્લિમો ઉપર સતત અત્યાચાર થઇ રહ્યા છે.આ પ્રાંતમાં આવેલી મસ્જિદોનું પણ ડિમોલાઈઝેશન થઇ રહ્યું છે.ઉઇગર મુસ્લિમો સાથે માનવતા વિરુદ્ધ વર્તન થઇ રહ્યું છે.જેના વિરોધમાં નેપાળમાં વસતા મુસ્લિમોએ ચાઈનીઝ દૂતાવાસ સામે દેખાવો કર્યા હતા.તથા હાથમાં પોસ્ટર રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો.

દેખાવો દરમિયાન ચીનની સરકાર દ્વારા ઉઇગર મુસ્લિમોને ગુલામની માફક રાખવામાં આવતા હોવાના આક્ષેપો કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે ચીનના આ વલણ વિરુદ્ધ સમગ્ર વિશ્વમાં વસતા મુસ્લિમો વિરોધ નોંધાવી ચાઈનીઝ  દૂતાવાસ સામે દેખાવો કરે છે.પરંતુ ચીનના પેટનું પાણી પણ નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:24 pm IST)