‘‘અમેરિકન એશોશિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ'' : સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયન્ટીફીક લીડરશીપ, સહિતના ક્ષેત્રે ફેલોશીપ આપતી સંસ્થા : ૨૦૧૭ ની સાલ માટે પસંદ કરાયેલા ફેલોમાં સ્થાન હાંસલ કરતા ૧ ડઝન ઉપરાંત ઈન્ડિયન અમેરિકનો
વોશીંગ્ટન : યુ.એસ.માં અમેરિકન એશોશિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સના ૨૦૧૭ની સાલના પસંદ કરાયેલા ફેલોમાં અનેક ઈન્ડિયન તથા સાઉથ અમેરિકનોએ સ્થાન મેળવ્યું છે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયન્ટીફીક લીડરશીપ, તથા એકસ્ટ્રા ઓર્ડીનરી એચિવમેન્ટસ એક્રોસ ડીસીપ્લીન્સ, ક્ષેત્રે પસંદ કરાયેલા ફેલોમાં ૧૯ ઈન્ડિયન એશિયન અમેરિકનોનો સમાવેશ થયો છે.
પસંદ થયેલા ઈન્ડિયન અમેરિકન ફેલોમાં શ્રી ઔતર કેમટ્ટુ, શ્રી વિનાયક પી. મોહન્તી, શ્રી સુધાંશુ કે ડે, શ્રી સુબ્બા રેડ્ડી પાલ્લી, શ્રી કે. સંદીપ પ્રભુ, શ્રી કે. સંદીપ પ્રભુ, સુશ્રી ઉષા વારાણસી, શ્રી કેશવ કે. પારહી, શ્રી બુધેન્દ્ર એલ. ભાદુરી, શ્રી એચ.વી. જગદીશ, શ્રી સુબ્બારાવ કંભામયતી, શ્રી સેથુરામન પંચનાથન, તથા શ્રી પ્રશાંત શિનોય સહિતનાઓનો સમાવેશ થાય છે.