એન. આર. આઈ. સમાચાર
News of Monday, 2nd November 2020

ન્યૂઝીલેન્ડના મંત્રીમંડળમાં ભારતીય મૂળની સૌપ્રથમ મહિલાનો વિક્રમ સુશ્રી પ્રિયંકા રાધાકૃષ્ણનના નામે : પ્રાઈમ મિનિસ્ટર શ્રીમતી જેસીંડા અર્ડન દ્વારા જાહેર કરાયેલા મંત્રીમંડળમાં સમાવેશ

મેલબર્ન : ન્યૂઝીલેન્ડના નવનિયુક્ત પ્રાઈમ મિનિસ્ટર શ્રીમતી  જેસીંડા અર્ડન એ તેના મંત્રીમંડલના 5 મિનિસ્ટરોની જાહેર કરેલી યાદીમાં ભારતીય મૂળની મહિલા સુશ્રી પ્રિયંકા રાધાકૃષ્ણન એ સ્થાન મેળવ્યું છે.આથી ન્યૂઝીલેન્ડના મંત્રીમંડળમાં ભારતીય મૂળની સૌપ્રથમ મહિલાનો વિક્રમ સુશ્રી પ્રિયંકા રાધાકૃષ્ણનના નામે નોંધાયો છે.

ભારતમાં જન્મેલા 41 વર્ષીય  સુશ્રી પ્રિયંકાએ હાઇસ્કૂલનો અભ્યાસ સિંગાપોરમાં કર્યો હતો.તથા આગળના અભ્યાસ માટે તેઓ ન્યુઝીલેન્ડ ગયા હતા.જ્યાં તેમના પતિ સાથે તેઓ ઓકલેન્ડમાં રહે છે.

તેમણે ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ માટે તેમજ પ્રવાસી મજૂરોના પ્રશ્નો માટે સતત કામગીરી બજાવી છે.2017 ની સાલમાં તેઓ લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.તથા 2019 ની સાલમાં સંસદીય સચિવ તરીકે તેમની નિમણુંક થઇ હતી.અને હવે ભારતીય મૂળના વ્યક્તિ તરીકે ન્યુઝીલેન્ડમાં સ્થાન મેળવનાર તેઓ પ્રથમ મહિલા બન્યા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:01 pm IST)