એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 2nd November 2019

અમેરિકામાં લગ્ન કર્યા વિના સાથે રહેતા યુગલોની સંખ્યામાં ત્રણ ત્રણો વધારોઃ છેલ્લા ર દસકામાં આવા યુગલોની સંખ્યા ૬ મિલીઅનથી વધી ૧૭ મિલીઅન થઇ ગઇઃ ઉચ્ચ શિક્ષિત અને વધુ આવક ધરાવતા લોકોમાં લગ્નનું બંધન નહીં સ્વીકારવાનો ટ્રેન્ડઃ યુ.એસ.સેન્સ બ્યુરોનો અહેવાલ

વોશીંગ્ટનઃ અમેરિકામાં લગ્ન કર્યા વિના સાથે રહેતા યુગલોની સંખ્યામાં છેલ્લા ૨ દસકામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ર દસકા પહેલા આવા યુગલોની સંખ્યા ૬ મિલીઅન હતી. જે હવે ૧૭ મિલીયન થઇ ગઇ છે. જે પુખ્ત વયના લોકોની સાત ટકા જેટલી સંખ્યા થવા જાય છે. આમ દેશમાં લોકોની રહેણી કરણીમાં પરિવર્તન આવવાનું પ્રમાણ ત્રણ ગણું થઇ ગયું છે. તેવું યુ.એસ. સેન્સસ બ્યુરોના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

અહેવાલમાં વિશેષ જાણવા મળ્યા મુજબ આવા યુગલો વધુ શિક્ષિત અને વધુ આવક ધરાવનારા છે. ઉપરાંત મોટી વયે પણ છૂટાછેડા લીધા પછી બીજા લગ્ન કર્યા વિના વિજાતીય પાર્ટનર સાથે રહેનારા લોકોની સંખ્યામાં પણ મોટો વધારો નોંધાયો છે. એટલું જ નહીં જુદા જુદા દેશ તથા વર્ણ અને ધર્મ ધરાવતા લોકો વચ્ચે પણ લગ્ન વિના સાથે રહેવાનું પ્રમાણ ડબલ જેટલું થવા પામ્યુ છે. તેવું જાણવા મળે છે. 

(9:14 pm IST)