એન. આર. આઈ. સમાચાર
News of Monday, 1st October 2018

ભારતીય મૂળની ગીતા ગોપીનાથની IMFની ચીફ ઈકોનોમિસ્ટ તરીકે નિયુક્તિ

હાલમાં ગીતા ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત

ભારતીય મૂળની ગીતા ગોપીનાથ IMF ચીફ ઈકોનોમિસ્ટ બની છે  ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ભારતીય મૂળની અને દિલ્હી યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કરેલી ગીતા ગોપીનાથને ચીફ ઈકોનોમિસ્ટ તરીકે નિયુક્ત કરી છે. IMFની મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટિના લગાર્ડે નિમણૂક કરી છે. હાલમાં ગીતા ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે અને સાથે ઈકોનોમિક રીવ્યૂની એડિટર પણ છે.

 

  ગીતા ગોપીનાથનો જન્મ અને ઉછેર ભારતમાં થયો છે. અત્યારે તેની પાસે અમેરિકાની નાગરિકતા છે. તે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ છે અને અનુસ્નાતકની ડિગ્રી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાંથી મેળવી છે

  ગીતા ગોપીનાથ એક્સચેન્જ રેટ, ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ક્રાઈસિસ, માર્કેટ ક્રાઈસિસ જેવા વિષયો પર લગભગ 40 રીસર્ચ આર્ટિકલ્સ લખી ચૂકી છે.

(12:51 am IST)