એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 1st August 2020

ભારત વિરુદ્ધ નિવેદનો કરવા બદલ નેપાળના પ્રાઈમ મિનિસ્ટર ઓલી ફસાયા : ખુદ તેમની પાર્ટી તથા સમગ્ર દેશમાં વધી રહેલો અસંતોષ : સત્તા બચાવવા માટે વલખા મારી રહ્યા હોવાનો પાર્ટીના આગેવાનોનો આક્ષેપ

કાઠમંડુ : ચીનના દબાણમાં આવી ભારત વિરુદ્ધ નિવેદનો કરવા બદલ નેપાળના પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ તેમના જ દેશમાં  અસંતોષ વધી રહ્યો છે.ખુદ તેમની પાર્ટીના આગેવાનો પણ તેમનો વિરોધ કરી રહ્યા છે.તથા સત્તા બચાવવા માટે તેઓ ભારત વિરુદ્ધ નિવેદનો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો  છે.
નેપાળના નવા નકશામાં ઓલીએ  લિપુલેખ ,કાલાપાની ,અને લિમ્પિયાધૂરાને પોતાના દેશના વિસ્તારો ગણાવ્યા છે.જેનો વિરોધ કરનારા લોકોને તેઓ ભારતની ચઢામણીથી વિરોધ કરી રહ્યા હોવાનું જણાવે છે.
ઓલીએ રામ ભગવાનનો જન્મ પણ નેપાળમાં થયો હોવાનું જણાવી તેમને નેપાળી ગણાવ્યા હતા.જે બાબતે પણ તેમની વિરુદ્ધ ખુદ તેમની પાર્ટીના જ આગેવાનો ખફા થયા છે.
એક પછી એક ખોટા પગલાં અને નિવેદનોને કારણે તેઓ ઘેરાઈ રહ્યા હોવાથી હવે સત્તા બચાવવા વલખા મારી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)