એન. આર. આઈ. સમાચાર
News of Friday, 31st July 2020

અમેરિકાની સ્કૂલોમાં કોરોનાને અટકાવવા માટે પૂરતી વ્યવસ્થા નથી : જો ફરજીયાત સ્કૂલો ચાલુ કરાવશો તો હડતાલ પાડીશું : શિક્ષકોની ટ્રમ્પને ધમકી

વોશિંગટન : સ્કૂલો વહેલી તકે ચાલુ કરી દેવાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અભિપ્રાય વિરુદ્ધ શિક્ષકોએ રોષ વ્યક્ત કર્યો છે.તેમણે જણવ્યું છે કે અમેરિકાની સ્કૂલોમાં કોરોનાને અટકાવવા માટે પૂરતી વ્યવસ્થા નથી.તેમછતાં જો ફરજીયાત સ્કૂલો ચાલુ કરાવશો  તો હડતાલ પાડીશું .

70 ટકા જેટલા શિક્ષકોએ જણાવ્યા મુજબ મોટા ભાગના ક્લાસમાં વેન્ટિલેશન નથી. માસ્ક પણ ઓછા પડી રહ્યા છે. રાજનેતાઓએ પોતાની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે, પણ શિક્ષકોને તેમના હાલ પર જ છોડી દીધા છે. શિક્ષકોની માગ છે કે ઓનલાઈન અભ્યાસ પણ મર્યાદિત કરવો જોઇએ.

એક સંગઠને તો  સ્કૂલ ખોલવાના આદેશ વિરુદ્ધ ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટસિસ પર કેસ પણ  દાખલ કરી દીધો હતો. જોકે જન શિક્ષણ કેન્દ્રના વડા રોબિન લેકે કહ્યું કે સંપૂર્ણ મામલે બાળકોને મહોરું બનાવાઈ રહ્યા છે. શિક્ષક સંગઠનોની માગ તર્કહીન છે. લાંબા સમય સુધી અભ્યાસ ન કરવાને લીધે વિદ્યાર્થીઓને જ નુકસાન થશે.

ચાલુ મહિને એક સરવેમાં 60% વાલીઓએ શિક્ષકોની માગને ટેકો આપતાં કહ્યું હતું કે હાલ સ્કૂલો શરૂ ન કરવી જોઈએ. ઓનલાઇન અભ્યાસ સફળ થઈ રહ્યો નથી. તેનાથી મોટાભાગના વાલીઓ પોતાના કામ અને બાળકોના અભ્યાસ વચ્ચે તાલમેલ બેસાડી શકી રહ્યાં નથી. કોરોનાને લીધે અનેક વાલીઓ પર રોજગારનું સંકટ તોળાઈ રહ્યું છે.

એવામાં તે બાળકોની સ્કૂલ ફીની પણ વ્યવસ્થા કરી શકી રહ્યાં નથી. સ્કૂલોમાં પણ કોરોનાને અટકાવવાની વ્યવસ્થા નથી. એવામાં કઈ રીતે બાળકોને સ્કૂલે મોકલી શકાય.

(11:07 am IST)