એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 30th July 2020

અમેરિકાની સંસદમાં માસ્ક ફરજીયાત કરાયું : નિયમનો ભંગ કરનાર સાંસદ તથા સ્ટાફને ' ગેટ આઉટ 'કહી દેવાશે : સ્પીકર નેન્સી પેલોસીનો આદેશ

વોશિંગટન : અમેરિકાની સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ સંસદના નીચલા ગૃહમાં માસ્ક ફરજીયાત કર્યું છે.જે નિયમનો ભંગ કરનાર સાંસદ તથા સ્ટાફને સંસદની બહાર કાઢી નાખવામાં આવશે તેવો આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં 1 કરોડ 72 લાખ 11 હજાર 195 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 69 લાખ 30 હજાર 012 સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. 6 લાખ 69 હજાર 982 લોકોના મોત થઇ ચૂક્યા છે. આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. બ્રાઝીલમાં મહામારીએ વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં મોતનો આંકડો ઝડપથી એક લાખ તરફ વધી રહ્યો છે.અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ(નીચલું સદન)ના સ્પીકર નેન્સી પેલોસીએ તેમના સાંસદોને અને સ્ટાફને માસ્ક પહેરીને આવવાનો આદેશ કર્યો છે. તેમણે કહ્યું કે નિયમ તોડનારને હાઉસની બહાર કાઢી નાખવામા આવશે.
અમેરિકામાં મોતનો આંકડો બુધવારે રાત્રે 1 લાખ 50 હજાર 159 થઇ ગયો હતો. હેલ્થ મિનિસ્ટ્રી અને કોરોના ટાસ્ક ફોર્સ તરફથી આ આંકડો જાહેર કરવામા આવ્યો હતો. કુલ સંક્રમિતોની સંખ્યા પણ 45 લાખથી વધુ થઇ ચૂકી છે

(7:41 pm IST)