એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 29th July 2020

ચીન અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરા સમાન : ટેક્સાસમાં ચાઈનીઝ દૂતાવાસ બંધ કરાવી દેવાનો પ્રેસિડન્ટ ટ્રમ્પનો નિર્ણય આવકારદાયક : યુ.એન.માં અમેરિકાના પૂર્વ રાજદૂત ઇન્ડિયન અમેરિકન સુશ્રી નીક્કી હેલીનું ઉદબોધન

વોશિંગટન :  યુ.એન.માં ઉદબોધન કરતાં અમેરિકાના પૂર્વ રાજદૂત ઇન્ડિયન અમેરિકન સુશ્રી નીક્કી હેલીએ ચીનને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરા સમાન ગણાવ્યું હતું.તેમણે ટેક્સાસમાં ચાઈનીઝ દૂતાવાસ બંધ કરાવી દેવાનો પ્રેસિડન્ટ ટ્રમ્પનો નિર્ણય યોગ્ય અને આવકારદાયક ગણાવ્યો હતો.
સુશ્રી નીક્કી હેલીએ કહ્યું હતું કે અમેરિકન કંપનીઓએ તે સમજવું પડશે કે ચીન સાથે વેપાર કરવા માટે તેમણે ત્યાંની મિલેટ્રીની સાથે કામ કરવું પડશે
ચીન રસ્તો બનાવવાના નામ પર નાના દેશો સાથે ભાગીદારી કરી તેમની માળખાગત સુવિધાઓ ખરીદવાના પ્રયાસમાં છે.શી જિનપિંગના નેતૃત્વમાં ચીન વધારે વર્ચસ્વ અને ધાક જમાવી રહ્યું છે. તેણે અન્ય દેશો સામે આંગળીઓ ચીંધવાનું શરુ કરી દીધું છે. જિનપિંગ સત્તામાં આવ્યા બાદ UNમાં પણ ચીનનું વલણ આક્રમક થયું છે. તે હવે લીડરશીપ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે આ માટે તમામ સાથે વાત કરવાની પણ શરુ કરી દીધી છે. પરંતુ તેનું આ વર્તન લાંબો સમય ચાલશે નહિ. હેલીએ મંગળવારે ફોક્સ ન્યુઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી.
તેમણે કહ્યું કે કોઈ પણ દેશ જે તે લોકોને મુક્તપણે જીવવા નથી દેતો, તો તે તેવું લાંબા સમય સુધી નથી કરી શકતો. એક દિવસ એવો સમય પણ આવશે જ્યારે લોકો વિદ્રોહ કરશે, જેમે કે અત્યારે હોંગકોંગમાં થઇ રહ્યો છે. ચીન તેને દબાવવાના પ્રયાસ કરી રહ્યું છે. ચીન આવુ જ દબાણ તાઇવાન, દક્ષિણ ચીન સાગરથી જોડાયેલા દેશો અને ભારત પર પણ કરી શકે છે. ચીન આ બધું દુનિયા સમક્ષ પોતાને શક્તિશાળી બતાવવા માટે કરી રહ્યું છે. નિક્કીએ કહ્યું કે ચીન રસ્તો બનાવવાના નામે પહેલાની જેમ જ નાના દેશો સાથે ભાગીદારી કરી રહ્યું છે. ચીન આ દેશોની માળખાગત સુવિધાઓ ખરીદવાના પ્રયાસ કરી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાએ ચીનને તે બતાવવાની જરૂર છે કે અમારી સેના સંપૂર્ણપણે સજ્જ છે, તેથી તે અમારી સામે આવવાના પ્રયાસ ન કરે. 

(5:20 pm IST)