એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 28th July 2020

' જેના ઘેર મિટિંગ રાખી હતી તે નેતા જ ગેરહાજર ' : નેપાળના પ્રાઈમ મિનિસ્ટર ઓલીના નિવાસ સ્થાને યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં ખુદ ઓલીએ હાજરી ન આપી : પાર્ટી નેતા પ્રચંડ અને ઓલી વચ્ચે વધી રહેલી તિરાડ

કાઠમંડુ : નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં આપસી મતભેદ હજુ યથાવત છે તેવું જાણવા મળે છે.પાર્ટી નેતા પ્રચંડ અને પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલી વચ્ચે તિરાડ વધતી જાય છે.જેના પરિણામે પ્રાઈમ મિનિસ્ટરના નિવાસ સ્થાને સુલેહ માટે પાર્ટી નેતા પ્રચંડે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ બોલાવી હતી.પરંતુ આ મિટિંગમાં ખુદ ઓલી હાજર રહ્યા નહોતા જે બાબત તેમનો અસંતોષ દર્શાવે છે.
પરિણામે મિટિંગમાં 45 સભ્યો અપેક્ષિત હતા તેની જગ્યાએ 25 હાજર રહેતા મિટિંગ સ્થગિત કરાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:23 pm IST)