અમેરિકામાં વતનનું નામ રોશન કરી રહેલા ભારતીય મૂળના બાળકો : આ વર્ષે યોજાનારી સ્પેલિંગ બી સ્પર્ધા માટેની ફાઇનલ યાદીના 11 માંથી 9 સ્ટુડન્ટ ભારતીય મૂળના
વોશિંગટન : અમેરિકામાં રાજકારણ ,વ્યવસાય ,સહીત જુદા જુદા ક્ષેત્રે વતનનું નામ રોશન કરી રહેલા પુખ્ત વયના નાગરિકો ઉપરાંત સગીર બાળકો પણ વતનનું નામ રોશન કરી રહ્યા છે. જે મુજબ આ વર્ષે યોજાનારી સ્પેલિંગ બી સ્પર્ધા માટેની ફાઇનલ યાદીના 11 માંથી 9 સ્ટુડન્ટ ભારતીય મૂળના છે.
અમેરિકામાં 8 જુલાઈના રોજ સ્પેલિંગ બી ફાયનલ સ્પર્ધા યોજાશે . જેમાં આખરી યાદીના આ 11 બાળકો વચ્ચે ટક્કર થશે. જેમાં 9 સ્ટુડન્ટ ભારતીય મૂળના છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે યોજાતી આ સ્પર્ધામાં છેલ્લા વીસ વર્ષથી ભારતીય મૂળના સ્ટુડન્ટ્સ વિજેતા બનવામાં મોખરે રહ્યા છે. અમેરિકાની કુલ વસતિમાં એક ટકા જેટલી વસતિ ધરાવતા ભારતીયો દરેક ક્ષેત્રે અવ્વ્લ કામગીરી બજાવતા જોવા મળી રહ્યા છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.