''સપોર્ટ અવર ટ્રુપ્સ, સેલ્યુટ અવર ટ્રુપ્સ'': અમેરિકામાં FIAના ઉપક્રમે યોજાયેલા કર્ટન રેઇઝીંગ પ્રોગ્રામનું સૂત્રઃ કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા શ્રી સંદીપ ચક્રવર્તી તથા ટીમ, પદમશ્રી ડો.સુધીર પરીખ, તથા શ્રી એચ.આર.શાહ, સહિત FIA હોદેદારોએ હાજરી આપી
(દીપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ''સપોર્ટ અવર ટ્રુપ્સ,સેલ્યુટ અવર ટ્રુપ્સ'' યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ઓફ ન્યુયોર્ક, ન્યુજર્સી તથા કનેકટીકટના ઉપક્રમે ઇન્ડિયન કોન્સ્યુલેટ મુકામે યોજાયેલા ૨૬મા કર્ટન રેઇઝર પ્રોગ્રામનું સૂત્ર સપોર્ટ અવર ટ્ર્પ્સ, સેલ્યુટ અવર ટ્રુપ્સ રાખવામાં આવ્યું હતું.
યુ.એસ.એ તથા ભારતના રાષ્ટ્રગીત સાથે શરૂ કરાયેલા પ્રોગ્રામમાં બોલીવુડના સંગાથે ઉપરોકત સૂત્ર રજુ કરાયુ હતું. તથા નૃત્યુ,઼ડાન્સ,એકેડમીના શાનદાર પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. માસ્ટર ઓફ સેરિમની તરીકે મોડેલ તથા એકટ્રેસ નિશા કાલમદાનીએ હાજરી આપી હતી.
FIA પ્રેસિડન્ટ શ્રી આલોક કુમારએ સપોર્ટ એન્ડ સેલ્યુટ સાર્થક બનાવવા વોલન્ટરી ટીમને અનુરોધ કર્યો હતો. તથા આ કાર્યક્રમમાં સહકાર આપવા બદલ ન્યુયોર્ક ચિફ કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી, ડે.કોન્સ્યુલ જનરલ શ્રી શત્રુધ્નસિંહા, તથા CGI ન્યુયોર્ક ટીમનો FIA વતી આભાર માન્યો હતો.
ગેસ્ટ ઓફ ઓનર તથા મુખ્ય વકતા તરીકે હાજરી આપનાર ચિફ કોન્સ્યુલેટ જનરલ શ્રી ચક્રવર્તીએ પરેડનું મહત્વ સમજાવી ભાવિ પેઢીને તેમાં જોડાવા અનુરોધ કર્યો હતો. FIA ચેરમેન શ્રી રમેશ પટેલએ પરેડમાં વધુમાં વધુ કોમ્યુનીટી મેમ્બર્સની હાજરી ઉપર ભાર મુકયો હતો.
કર્ટન રેઇઝર પ્રોગ્રામમાં FIA ટ્રસ્ટી તથા પદમશ્રી ડો.સુધીર પરીખ, ટ્રસ્ટી તથા પદમશ્રી, શ્રી એચ.આર.શાહ, શ્રી આલ્બર્ટ જસાણી, શ્રી આનંદ પટેલ, શ્રી અનિલ બંસલ, શ્રી એન્ડી ભાટીઆ, શ્રી સૃજલ પરીખ, સુશ્રી શોભના તથા ડો.દિનેશ પટેલ, એકઝીકયુટીવ કમિટી મેમ્બર્સ શ્રી હિમાંશુ ભાટીઆ, પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી સૃજલ પરીખ, વાઇસ પ્રેસિડન્ટ શ્રી સૌરીન પરીખ, જનરલ સેક્રેટરી શ્રી અમિત યાદવ, જોઇન્ટ સેક્રેટરી શ્રી માર્દવી પટેલ, તથા ટ્રેઝરર શ્રી અમિત રીંગાસીઆ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા. શ્રી હિમાંશુ ભાટીઆએ આભાર દર્શન કર્યુ હતું. ડીનર રોયલ આલ્બર્ટ પેલેસ દ્વારા સ્પોન્સર કરાયું હતું. તેવું શ્રી પરેશ ગાંધીની યાદી દ્વારા જાણવા મળે છે.