એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 2nd June 2020

ન્યુઝીલેન્ડ કોરોનમુક્ત : સોશિઅલ ડિસ્ટન્સ ,સહિતના અંકુશો હટાવવાની તૈયારી

ન્યુઝીલેન્ડ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની લપેટમાં છે તેવા સંજોગોમાં ન્યુઝીલેન્ડમાં છેલ્લા 11 દિવસથી એક પણ કેસ નોંધાયો નથી.અત્યાર સુધીમાં 1504 કેસ નોંધાયા હતા જે પૈકી 22 લોકોના મૃત્યુ થયા છે.
હવે પરિસ્થિતિ થાળે પડી રહી હોવાથી પ્રધાનમંત્રી જેસિંડા અર્ડન મુજબ સંક્રમણને અટકાવવા માટે લગાવાયેલા પ્રતિબંધો આગામી સપ્તાહમાં હટાવવામાં આવી શકે છે. દેશમાં એલર્ટ લેવલ બનેલું રહેશે. હવે સોશિયલ ડિસ્ટેંસિંગ પણ હટાવી દેવાશે. લોકોને ભેગા થવા પર જે પ્રતિબંધ છે હટાવી લેવાશે. હેલ્થ વિભાગના જણાવ્યા પ્રમાણે 11 દિવસથી દેશમાં કોઈ કેસ નોંધાયો નથી. અહીં 1,504 કેસ નોંધાયા છે અને 22 લોકોના મોત થયા છે.

(6:15 pm IST)