News of Saturday, 30th May 2020
અમેરિકામાં યોજાયેલી સ્પેલિંગ બી વિડિઓ સ્પર્ધામાં ભારતીય મૂળના છાત્રોનો વિજય ડંકો : પ્રથમ ,બીજા ,તથા,ત્રીજા ક્રમે વિજેતા બની વતનનું ગૌરવ વધાર્યું
ન્યુજર્સી : અમેરિકામાં દરવર્ષે 14 વર્ષની વયથી ઓછી ઉંમરના સ્ટુડન્ટ્સ માટે યોજાતી સ્પેલિંગ બી સ્પર્ધા આ વર્ષે કોરોના વાઇરસના કારણે યોજી શકાઈ નહોતી,જેની અવેજીમાં સ્પેલપંડિત વિડિઓ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં ભારતીય મૂળનો એડિસન ન્યુજર્સી સ્થિત 8 માં ગ્રેડમાં અભ્યાસ કરતો સ્ટુડન્ટ નવનીત મુરલી પ્રથમ વિજેતા થયો છે.એટલુંજ નહીં બીજા ક્રમે પણ ભારતીય મૂળની આઠમા ગ્રેડમાં અભ્યાસ કરતી છાત્રા નિધિ અચંતા તથા ત્રીજા ક્રમે છઠ્ઠા ગ્રેડમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ હરિની લોગને સ્થાન હાંસલ કર્યું છે.આમ પ્રથમ ત્રણે ક્રમાંકે સ્થાન હાંસલ કરી ભારતીય મૂળના સ્ટુડન્ટ્સે વતનનું ગૌરવ વધાર્યું છે.
(7:26 pm IST)