એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 2nd March 2019

ભારતના બિહારમાંથી દત્તક લીધેલી ૩ વર્ષીય પુત્રીની હત્‍યા નિપજાવવાના આરોપમાંથી પાલક માતા સિની મેથ્‍યુ મુક્‍તઃ યુ.એસ.ના રિચાર્ડસન ટેકસાસમાં સ્‍થાયી થયેલા ઇન્‍ડિયન અમેરિકન દંપતિ પૈકી પાલક પિતા વેસલી મેથ્‍યુ ઉપરનો આરોપ યથાવત

ટેકસાસઃ યુ.એસ.ના રિચાર્ડસન ટેકસાસમાં વસતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિ વેસ્‍લી મેથ્‍યુ તથા સિની મેથ્‍યુએ ભારતના બિહારમાંથી દત્તક લીધેલી ૩ વર્ષીય પુત્રી શેરીનની ૬ ઓકટો.૨૦૧૭ના રોજ હત્‍યા કર્યાના આરોપમાંથી આ દત્તક બાળકીની માતા સિની મેથ્‍યુને મુક્‍ત કરાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ દત્તક બાળકીએ દૂધ પીવાનો ઇન્‍કાર કરતા તેને ઇજા પહોંચાડી રાત્રે ૩ વાગ્‍યે ઘરની બહાર મુકી આવતા તેનું મૃત્‍યુ થયુ હતું. જે અંગે થયેલી તપાસમાં શેરીનની પાલક માતા આ મારકુટથી અજાણ હોવાનું જણાયું હતું. જયારે તેના પાલક પિતાએ પુત્રીને માર મારી ઇજા પહોંચાડતા તેનું મૃત્‍યુ થયું હતું. તેવો આરોપ છે.

તેના ઉપર પુત્રીની હત્‍યાનો આરોપ યથાવત હોવાથી તેને ૨૦ વર્ષ સુધીની જેલસજા થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે મૃતક બાળકી શેરીનને જુન ૨૦૧૬માં બિહારથી દત્તક પુત્રી તરીકે લાવવામાં આવી હતી.

(8:56 pm IST)