એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 29th November 2017

‘ઇન્‍ફોસિસ'દ્વારા અમેરિકાના રોડે આઇલેન્‍ડમાં નવી ૫૦૦ રોજગારીનું નિર્માણ કરાશેઃ કંપની તથા સ્‍ટેટના અધિકારીઓએ બોલાવેલી પત્રકાર પરિષદમાં ડીઝાઇન તથા ઇનોવેશન હબ ખુલ્લુ મુકવાની ઘોષણાં કરી

યુ.એસ.: ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી આઉટસોર્સીગ ફર્મ ઇન્‍ફોસિસ અમેરિકાના રહોડે  આઇલેન્‍ડમાં ડીઝાઇન તથા ઇનોવેશન હબ ખુલ્લી મુકશે જેના દ્વારા આગામી પાંચ વર્ષમાં સ્‍ટેટમાં નવી ૫૦૦ રોજગારીનું નિર્માણ થશે. તેવું કંપનીના તથા સ્‍ટેટના અધિકારીઓએ તાજેતરમાં ૨૭ નવેં.ના રોજ જાહેર કર્યુ હતું.

ઇન્‍ફોસિસ પ્રેસિડન્‍ટ રવિકુમાર તથા સ્‍ટેટ ગવર્નર ડેમોક્રેટ ગીના રાઇમોન્‍ડોએ પત્રકાર પરિષદમાં આ માહિતિ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતના બેંગલુરૂની કંપની ઇન્‍ફોસિસએ અમેરિકામાં ૧૦ હજાર જેટલી રોજગારી પૂરી પાડવાની ગયા વર્ષે ઘોષણાં કરી હતી. જેના અનુસંધાને યુ.એસ.માં શરૂ થનારા ૪ પ્‍લાન્‍ટ પૈકી ત્રીજો પ્‍લાન્‍ટ ખુલ્લો મુકાશે.

 

(9:07 pm IST)