એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 28th November 2017

‘‘તુલસી વિવાહ'': અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા શ્રી ગાયત્રી મંદિરમાં કરાયેલી ધામધૂમ પૂર્વક ઉજવણીઃ ૩૫૦ ઉપરાંત ભાવિકોએ ભાવભેર પ્રસંગ માણ્‍યો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકામાં કેલિફોર્નિયાના હવાઇન ગાર્ડનમાં આવેલા શ્રી ગાયત્રી મંદિરમાં ખૂબ ધામધૂમપૂર્વક તુલસી વિવાહનો પાવક પ્રસંગ ઉજવાઇ ગયો.

આ પ્રસંગે તુલસીજીના માતા-પિતા તરીકેના વહેવારની જવાબદારી શ્રી હેમંતભાઇ તથા સુશ્રી મૃદુલાબેને નિભાવી હતી. તથા લાલજીના યજમાન તરીકેની જવાબદારી શ્રી પ્રમોદભાઇ તથા સુશ્રી નિલિમાબેનએ સંભાળી હતી.

મંદિરમાં ઉપસ્‍થિત ૩૫૦ ઉપરાંત ભાઇ બહેનોએ ખૂબ ભાવપૂર્વક પ્રસંગે માણ્‍યો હતો. મહંતશ્રી સુનિલભાઇ ત્રિવેદીએ તુલસી વિવાહની વિધિ ખૂબ સુંદર રીતે કરાવી હતી. તેવું શ્રી કાન્‍તિભાઇ મિસ્‍ત્રી કેલિફોર્નિયાના માહિતિ તથા તસવીર સૌજન્‍ય દ્વારા જાણવા મળે છે.

 

(9:27 pm IST)