News of Friday, 25th October 2019
હવે શીખ પોલીસ ઓફિસરો પોતાના ધાર્મિક પ્રતિકોની જાળવણી સાથેનો યુનિફોર્મ પહેરી શકશેઃ યુ.એસ.ના હયુસ્ટન પોલીસ ડીપાર્ટમેન્ટએ મૃતક શીખ પોલીસ ઓફિસરના અવસાન બાદ લીધેલો નિર્ણયઃ શીખ સંગઠનનો આવકાર

હયુસટનઃ યુ.એસ.માં હયુસ્ટન પોલીસ ડિપાર્ટમેન્ટએ શીખ ઓફિસરોને તેમના ધાર્મિક પ્રતિકોની જાળવણી સાથેનો યુનિફોર્મ પહેરવા દેવા માટે મંજુરી આપી છે.
સૌપ્રથમ શીખ પોલીસ ઓફિસર સ્વ.સંદીપ ધાલીવાલના અવસાન બાદ શીખોના દેશ માટેના સમર્પણને ધ્યાને લઇ તેઓની ધાર્મિક લાગણી જળવાઇ રહે તેવા હેતુથી નક્કી કરાયેલ ઉપરોકત પોલીસીને શીખ સંગઠનએ આવકારેલ છે. તથા ગૌરવ વ્યકત કરેલ છે. તથા અન્ય શહેરો પણ આવો નિર્ણય કરે તેવી અપેક્ષા વ્યકત કરી છે.
(8:09 pm IST)