News of Thursday, 1st November 2018
યુ.એસ.માં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર હ્યુસ્ટનના ઉપક્રમે ૭ નવેં.૨૦૧૮ બુધવારે દિવાળી ઉત્સવ ઉજવાશેઃ ૮ નવેં. ગુરૂવારના રોજ અન્નકૂટ દર્શન
હયુસ્ટનઃ યુ.એસ.માં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર હયુસ્ટન ટેકસાસ મુકામે ૭ નવેં.૨૦૧૮ બુધવારના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે. જે અંતર્ગત સાંજે ૫ થી ૬ વાગ્યા દરમિયાન ચોપડા પૂજન કરી અપાશે.
૮ નવેં. ગુરૂવારના રોજ અન્નકૂટ દર્શન તથા નવા વર્ષની આરતી થશે. અન્નકૂટમાં એક હજાર જેટલી વાનગીઓ ભગવાનને ધરાવાશે.
ત્યાર પહેલા ૪ નવેં.૨૦૧૮ રવિવારના રોજ ફટાકડાની આતશબાજી તથા ૬ નવેં. મંગળવારના રોજ સાંજે ૭.૨૦ કલાકે હનુમાન પૂજા કરાશે. તેવું જાણવા મળે છે.
(9:10 pm IST)