એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 29th July 2021

અમેરિકાના કોન્ટ્રા કોસ્ટા કાઉન્ટી પ્લાનિંગ કમિશનમાં ઇન્ડિયન અમેરિકન આર્કીટેકટ શ્રી સંજીવ ભંડારીની નિમણુંક : 1 જુલાઈ 2021 થી 30 જૂન 2025 સુધીની ચાર વર્ષની મુદત માટે હોદ્દો સંભાળશે

કેલિફોર્નિયા :  અમેરિકાના કોન્ટ્રા કોસ્ટા કાઉન્ટીના પ્લાનિંગ કમિશનમાં ઇન્ડિયન અમેરિકન આર્કીટેકટ શ્રી સંજીવ ભંડારીની નિમણુંક થઇ છે. બીજા નંબરના ડિસ્ટ્રિક્ટમાં 7 મેમ્બરના બનેલા પ્લાનિંગ કમિશનમાં તેઓ 1 જુલાઈ 2021 થી 30 જૂન 2025 સુધીની ચાર વર્ષની મુદત માટે હોદ્દો સંભાળશે .

શ્રી ભંડારી 1992 ની સાલથી કેલિફોર્નિયા સ્ટેટમાં આર્કિટેક્ટ તરીકેનું લાયસન્સ ધરાવે છે.તેઓ એવોર્ડ વિજેતા BKBC આર્કિટેક્ટ્સ ઇન્ક.માં હેડ તરીકે હોદ્દો સંભાળે છે.તથા આર્કિટેક્ચર ક્ષેત્રે 40  વર્ષનો અનુભવ ધરાવે છે.

તેમણે આર્કિટેક્ચર તરીકેની બેચલર ડિગ્રી ભારતની ચંદીગઢ કોલેજ ઓફ આર્કિટેક્ચર માંથી મેળવેલી છે.તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી નેધરલેન્ડ્સના રોટરડેમની ઇરાસ્મસ યુનિવર્સિટીમાંથી તથા માસ્ટર ઓફ સાયન્સ ઈન આર્કિટેક્ચર પદવી સાન ફ્રાન્સિસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર માંથી મેળવેલી છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:27 pm IST)