એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 1st August 2020

ભારતમાં કોવિદ-19 ના કહેરને નાથવામાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ચાવીરૂપ ભાગ ભજવી શકે : અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રી ટી.વી.નાગેન્દ્ર પ્રસાદનું ઉદબોધન

સાન ફ્રાન્સિસ્કો :  અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રી ટી.વી.નાગેન્દ્ર પ્રસાદે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ભારતમાં કોવિદ-19 ના કહેરને નાથવામાં ઇન્ડિયન અમેરિકન  કોમ્યુનિટી ચાવીરૂપ ભાગ ભજવી શકે તેમ છે.
તેમણે જણાવ્યું હતું કે આ રિજિયનની કંપનીઓ જેવી કે ટેલી હેલ્થ ,ફાર્માસ્યુટિકલ્સ ,તથા વેક્સીન બનાવતી કંપનીઓ સંયુક્તપણે પોતાના વતનને મદદરૂપ થઇ શકે.
ભારત તથા વોશિંગટન વચ્ચેના વ્યવસાયિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા માટેની વર્ચ્યુઅલ મિટિંગમાં તેમણે  ઉદબોધન કર્યું હતું જે વ્યવસાય હાલમાં 1.29 બિલિયન ડોલર જેટલો છે.જેના વિકાસ માટે પૂરતી તકો હોવાનું તેમણે જણાવ્યું હતું
શ્રી પ્રસાદ 26 જૂનથી સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

(6:39 pm IST)