એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 1st August 2020

યુ.એસ.ની કોર્નેલ યુનિવર્સીટીને શ્રી રોબર્ટ તથા કેરોલા જૈનનું 1 મિલિયન ડોલરનું ડોનેશન : અશ્વેત સ્ટુડેંટ્સને આર્ટસ તથા સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા મદદરૂપ થવાનો હેતુ

ન્યુયોર્ક : યુ.એસ.ની કોર્નેલ યુનિવર્સીટીને શ્રી રોબર્ટ તથા કેરોલા જૈનએ  1 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું છે.જે રકમમાંથી અશ્વેત સ્ટુડેંટ્સને આર્ટસ તથા સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા મદદરૂપ થવાનો હેતુ છે.
શ્રી જૈનના ડૉનેશનને બિરદાવતા યુનિવર્સીટીના ડીન શ્રી જયવર્ધને જણાવ્યું હતું કે વર્તમાન કોવિદ-19 ના સંજોગોમાં અશ્વેત પ્રજાજનો તેનો વધુ ભોગ બન્યા છે.પરિણામે તેઓ માટે અભ્યાસ કરવાનું મુશ્કેલ બન્યું છે.તેવા સંજોગોમાં શ્રી જૈનનું ડોનેશન કોમ્યુનિટી માટે ખુબ મદદરૂપ બની રહેશે તથા સમાજમાં સમાનતાને વેગ આપનારું બની રહેશે તથા  તેમના દ્વારા અપાયેલા ડોનેશનની રકમમાંથી અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને સ્કોલરશીપ મળશે તેવું તેમણે જણાવ્યું હતું
શ્રી જૈન આ યુનિવર્સીટીના પૂર્વ સ્ટુડન્ટ છે.તથા મિલેનિયમ મેનેજમેન્ટમાં કો-ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે.

(5:52 pm IST)