એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 1st August 2020

મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનીઅરના સિદ્ધાંતોના પ્રચાર માટે લીલી ઝંડી : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાએ રજુ કરેલો ' ગાંધી -કિંગ એક્સચેન્જ એક્ટ ' અમેરિકાની કોંગ્રેસ કમિટીમાં પસાર

વોશિંગટન : મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનીઅરના સિદ્ધાંતોના પ્રચાર માટે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાએ યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજુ કર્યો હતો.જેને કોંગ્રેસ કમિટીએ મંજૂરી આપી દીધી છે.

આ પ્રસ્તાવમાં માત્ર ભારત કે અમેરિકા જ નહીં સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર, સમાનતા ,તથા શાંતિ માટે આ બંને મહાનુભાવોએ કરેલી કામગીરીની નોંધ છે.તથા તેમના વિચારોના આદાનપ્રદાન માટે અન્ય દેશોમાં પ્રતિનિધિ મંડળ મોકલવાનું આયોજન છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:17 pm IST)