News of Wednesday, 29th July 2020
2019-20 ની સાલમાં ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવવામાં ભારતીયો સૌથી આગળ : કુલ 2 લાખ ઉપરાંત વિદેશીઓને મળેલા નાગરિકત્વ પૈકી ભારતીયોની સંખ્યા 38 હજાર ઉપર
મેલબર્ન : 2019-20 ની સાલમાં ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવવામાં ભારતીયો સૌથી આગળ રહ્યા છે.આ સાલમાં કુલ 2 લાખ ઉપરાંત વિદેશીઓને મળેલા નાગરિકત્વ પૈકી ભારતીયોની સંખ્યા 38209 છે.જયારે બ્રિટનથી આવેલા નાગરિકોની સંખ્યા 25011 ,ચીનના 14764 ,તથા પાકિસ્તાનના 8821 નાગરિકોએ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના નાગરિક પ્રવાસ મંત્રીએ જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મળવું તે સૌભાગ્યની વાત છે.અહીંના નાગરિકને કર્તવ્ય અને ફરજ બંનેનું પાલન કરવાનું હોય છે.તેઓએ દેશના અધિકારો સ્વતંત્રતા ,તથા મૂલ્યોનું જતન કરવાનું હોય છે.તેઓ અહીંયા રહેવાનો અને કામ કરવાનો અધિકાર મેળવે છે.
(8:39 pm IST)