News of Thursday, 1st July 2021
કોવિદ -19 ની બીજી લહેર દરમિયાન ભારત સહિતના દેશોને તબીબી પુરવઠો મોકલવા માટે મંજૂરી આપવા બદલ આભાર : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીએ સંસદ સભ્યોને બિરદાવ્યા
વોશિંગટન : કોવિદ -19 ની બીજી લહેર દરમિયાન ભારત સહિતના દેશોને તબીબી પુરવઠો મોકલવા અમેરિકાની સંસદમાં બિલ રજૂ કરાયું હતું. જેને સત્તાધારી તેમજ વિરોધ પક્ષના પણ તમામ સભ્યોએ મંજૂરી આપી હતી.
આ બિલને સર્વાનુમતે મંજૂરી આપવા બદલ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીએ સંસદ સભ્યોને બિરદાવ્યા હતા. તથા આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પ્રસ્તાવ મુકનારા સંસદ સભ્યોમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીનો પણ સમાવેશ થતો હતો.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.
(12:36 pm IST)